મોડાસા: અરવલ્લી: કલેકટરે ખખડધજ બનેલા સ્ટેટ હાઇવેને 7 દિવસમાં રિપેર કરવા GSRDCના કાર્યપાલક ઇજનેરને નોટિસ ફટકારી.
અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજીના બિસ્માર હાઇવે મામલે જિલ્લા કલેક્ટરે જી.એસ.આર.ડી.સીના કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે.ખખડધજ બનેલા રોડને સાત દિવસમાં રિપેર કરવા આદેશ કરાયો છે.નોટિસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો ફોજદારી ગુન્હો દાખલ થશે હોવાની આજરોજ શનિવાર સાંજે 5 કલાકે કલેકટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.