મોરવા હડફ પોલીસની નિત્યક્રમ મુજબ તા.27 ફેબ્રુઆરી શુક્રવારના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે બાતમી મળી હતી કે વાડોદર ગામે રહેતી નયનાબેન બારિયા તેમનાં ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂના કવાટરિયા નંગ 4 જેની કિંમત 520 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન નયનાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે