શંખેશ્વર: પંચાસર ગામમાં બેફામ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ગામ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આવેલા પંચાસર ગામના ગ્રામજનો દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂનું વેચાણ બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરી છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂના કારણે અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. અનેક લોકો દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.