લીંબડી: અભિવાદન સમારોહમાં જવા નીકળેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું લીંબડી ખાતે સન્માન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના અભિવાદન સમારોહમાં જવા નીકળેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ ભાઈ વિશ્વકર્મા 4 નવેમ્બર બપોરે 3:30 કલાકે લીંબડી ધારાસભ્ય ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા વર્તમાન ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા તથા સ્થાનિક આગેવાનો એ જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠન ના આગેવાન ઋત્વિક પટેલ તથા ધવલભાઇ સહિતનાઓ નું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.