ગોધરા: પંચમહાલ જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા કલેક્ટર અજય દહિયા એક્શન મોડમાં; અધિકારીઓ સાથે બેઠક યોજી આપી કડક સૂચના
પંચમહાલ જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા કલેક્ટર અજય દહિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી કડક સૂચનાઓ આપી. અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને ફરી શાળામાં લાવવા માટે જિલ્લામાં ‘પ્રિ-સર્વે’ કરવાની વાત કરવામાં આવી. સર્વે દ્વારા શાળાથી દૂર બાળકોની ઓળખ કરી તેમને ઉંમર અનુસાર ફરી પ્રવેશ અપાશે. RTE મુજબ કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે પર ભાર મૂકાયો. સરકારી શાળાઓમાં એડમિશન વધારવા અને સુવિધાઓ સુધારવા માટે પણ દિશાનિર્દેશ આપવામાં આવ્યા.