ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામે વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે અબોલ પશુએ પોતાનો જીવ ગુમાવ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામે વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે અબોલ પશુએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેતરમાં ખુલ્લા પડેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા એક ભેંસનું કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગોધરા તાલુકાના હમીરપુર ગામે રહેતા અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ બારીયાની ભેંસ હંમેશની જેમ સીમમાં ચરી રહી હતી. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતો એક જીવંત વીજ વાયર તૂટીને ખુલ્લો પડ્યો હતો. અજાણતામાં આ ભેંસ ખુલ્લા જીવંત