ખંભાત: નગરા ગામના ગલાણી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતને લઈ કુતુહલ સર્જાયું.
Khambhat, Anand | Oct 30, 2025 ખંભાતના નગરા ગામે ગલાણી તળાવમાં ધોધમાર કમોસમી વરસાદને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયાનું સામે આવ્યું છે.તળાવમાં કમોસમી વરસાદી પાણી ભળવાથી પાણીની ગુણવત્તામાં અચાનક ફેરફાર થયો હતો.તેમજ ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થવાથી માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું છે.મૃત માછલીઓને કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા આરોગ્ય જોખમાય તેવી ભીતિ વ્યાપી છે.સ્થાનિક રહીશોએ તંત્ર પાસે સત્વરે મૃત માછલીઓનો નિકાલ કરવાની માંગણી કરી છે.