ગોધરા: ગોધરા તાલુકાના ટીંબારોડ ખાતે લોન અને દાગીના ગીરવે મૂકવાના નામે ₹૨.૮૦ લાખની ઠગાઈ, કાંકણપુર પોલીસ મથકે ગુનો નોંધાયો
ગોધરા તાલુકાના ટીંબા રોડ ખાતે રહેતા દેવેન્દ્રકુમાર વાળંદ સાથે લોન કરાવી આપવાના નામે ₹૨.૮૦ લાખની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. મકાનના કામ માટે નાણાંની જરૂરિયાત હોવાથી જુનીધરી ગામના જીગ્નેશભાઈ માછીએ લોનની પ્રક્રિયાના બહાને ₹૨.૮૦ લાખ રોકડા મેળવ્યા હતા અને સોના-ચાંદીના દાગીના પણ ગીરવે મુકાવ્યા હતા. લાંબો સમય થવા છતાં લોન ન થતાં રકમ અને દાગીના પરત ન આપી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ મામલે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી જીગ્નેશ માછી