ગોધરા: શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ સમસ્યાઓથી કંટાળી મતદાન બહિષ્કારના બેનર લગાવ્યા.
ગોધરાના ભૂરાવાવ વિસ્તારની જૈન સમ્રાટ સોસાયટીમાં રહેવાસીઓએ “સુવિધાઓ નહિ તો વોટ નહિ”ના બેનર લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો પરેશાન છે. વારંવાર રજુઆત છતાં પાલિકા તંત્રએ ધ્યાન ન આપતા રહેવાસીઓએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે. આ અંગે કલેકટર અને મામલતદારને લેખિત જાણ પણ કરવામાં આવી છે. હવે ઉમેદવારો આક્રોશિત મતદારોનો વિશ્વાસ કેવી રીતે જીતશે તે જોવું રહ્યું.