ખંભાત: તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી,શપથ લેવાયા
ખંભાતની તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષ ગાંઠની ભવ્ય ઉજવણી કરાઈ હતી.જે કાર્યક્રમમાં આધિકારીઓ સહીત તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, હોદેદારો, હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કર્યું હતું.રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશપ્રેમને ઉજાગર કરતા કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા શપથ લેવાયા હતા.