ગોધરા: પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી જિલ્લા પ્રમુખ તરીકે અજિતસિંહ ભટ્ટીની નિમણૂક કરાઈ
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ફેરફાર થયો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અજિતસિંહ ભટ્ટીને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવા નેતૃત્વ હેઠળ કાર્યકરો એકતાથી કામ કરીને પક્ષની વિચારધારા જનજન સુધી પહોંચાડશે.