સિહોર: શિહોર પંથક ધમરોળતા તસ્કરો.વાડીએ થી મોટર સ્ટાર્ટર ની ચોરી ની વધુ એક ફરિયાદ મોટા સુરકા થી સામે આવી છે
સિહોર ના મોટા સુરકા ગામે રહેતા ગોપાલભાઈ જસાણી ની વાડીએ થી મોટર સ્ટાર્ટર ની ચોરી ની વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કે તેમની ધારિયા ખેતર નામે ઓળખાતી વાડીએ મોટર ચાલુ કરવાનું સ્ટાર્ટર પી.જી.વી.સી. એલ ના પોલ પર લગાવેલું હતું જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોય જે અંગે સિહોર ના મોટા સુરકા ગામના ખેડૂત ગોપાલભાઈ લવજીભાઈ જસાણી દ્વારા 7000 ના મોટર સ્ટાર્ટર ચોરી અંગે ની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી