કરજણ તરફથી રોલ ભરેલી આઇશર ગાડી શિનોર તાલુકાના છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક આવેલા તીખા વળાંક પર અકસ્માતનો ભોગ બની છે. રોડ પરની રેલીંગ તોડી આઇશર ગાડી પલટી જતાં ઘટનાસ્થળે હડકંપ મચી ગયો હતો. સદનસીબે, અકસ્માતમાં ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો છે, જેને લઈ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત સર્જાતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વળાંક જોખમી હોવાન