ગોધરા: ગોધરાના પોલન બજારમાં હત્યાના પ્રયાસના થયેલા ગુનાના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર
ગોધરાના પોલન બજારમાં હત્યાના પ્રયાસ કેસમાં આરોપી જુનૈદ સુલેમાન ભાગલિયા ઉર્ફે ઢેલાની વચગાળાની જામીન અરજી પંચમહાલ સેશન્સ કોર્ટએ નામંજુર કરી. 13 જાન્યુઆરી 2024ના રોજ સાહેદ મોહસીન પર જૂના વિવાદને કારણે સરફરાજ ગાજી અને સાથીઓએ તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના અંગે ગોધરા બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો અને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. કોર્ટમાં સરકારી વકીલની દલીલોને આધારે જજએ જામીન નકાર્યા.