ગોધરા: શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય પરિસંવાદ’ યોજાયો
ગોધરા શહેરમાં સ્થિત ગાંધી બહેરા-મુંગા વિદ્યાલય ખાતે પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ તથા પરિવેશ સામાયિકના સંયુક્ત ઉપક્રમે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, “મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર ગઈકાલ, આજ અને આવતીકાલ” વિષયક આ પરિસંવાદમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આંબેડકરી આંદોલનોનો ઇતિહાસ, બંધારણ નિર્માણમાં તેમનું યોગદાન, મહિલાઓના મુક્તિદાતા તરીકેની તેમની ભૂમ