વડગામ: ઘોડિયાલ ગામે નવીન માધ્યમિક શાળાનો સરપંચના હસ્તે શુભારંભ કરાયો
વડગામ તાલુકાના ઘોડિયાળ એદ્રરાણા તેમજ વડગામ ખાતે પણ માધ્યમિક શાળાઓ ને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ઘોડિયાલ ગામે આજ થી માધ્યમિક શાળા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઘોડિયાલ ગામના સરપંચ ડોહજી ભાઈ પટેલે શાળાનો શુભારંભ કરાવ્યો હતો અને બાળકોના અભ્યાસ માટેની શરૂઆત કરવામાં આવી હતી. ઘોડિયાલ ગામે સરકાર દ્વારા નવી માધ્યમિક શાળા ફાળવવામાં આવતા ગ્રામજનોએ ઈનચાર્જ આચાર્ય પી એમ ચૌધરી તેમજ શિક્ષકોએ પણ સરકારનો આભાર માન્યો હતો