ખેડા જિલ્લાના પીજ ગામમાં વાસ્મો યોજનામાં લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો છે.વસો તાલુકાના પીજ ગામમાં એક વર્ષ પહેલા વાસ્મો યોજના માંથી રૂ.૩૫ લાખના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ આજની તારીખમાં પણ સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વાસ્મો યોજના અંતર્ગત બનેલી નવી ટાંકીનુ પાણી છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું નથી અને ના છૂટકે હજી પણ જૂની જર્જરીત ટાંકી કાર્યરત રાખવી પડી છે