ભાવનગર શહેર: ભતેશ્વર રોડ પરથી LCB ટીમે જીવંત પશુ બોકડા સાથે ત્રણ શખ્સોને ઝડપી રૂપિયા 2,25,000 નો મુદ્દામાલ કબજે કર્યો
Bhavnagar City, Bhavnagar | May 25, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડીરાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક અબોલ પશુનો જીવ બચાવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમે ભૂતેશ્વર રોડ પીપળીયા પુલ નજીક શંકાસ્પદ કારને ઉભી રાખી તલાસી લેતા તેમાંથી જીવંત પશુ બોકડો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ત્રણ શખ્સોને પશુ અને કાર સહિત રૂપિયા 2,25,000 ના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.