ગોધરા: પળવારમાં જાદુગરી 'શાહી' વિખેરાઈ ગઈ ગોધરામાં કુદરતનો પ્રકોપ, જાદુગર શહેનશાહનો મંડપ ધરાશાય
ગોધરાવાસીઓને પોતાની અજાયબ જાદુઈ દુનિયાથી મંત્રમુગ્ધ કરવા આવેલા મશહૂર જાદુગર શહેનશાહ પર કુદરતે જાણે 'કાળો જાદુ' કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થાય તે પહેલા જ ફૂંકાયેલા પ્રચંડ તોફાની પવને જાદુગરની આખેઆખી શેનશાહી પળવારમાં ધૂળધાણી કરી નાખી છે. ગોધરા ખાતે આજથી જાદુગર શહેનશાહનો મૅજિક શો શરૂ થવાનો હતો. શો માટે વિશાળ ડોમ અને આકર્ષક મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, શો શરૂ થાય તે પહેલા જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને