વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#our_sutrapada #girsomnath #liveupdate #kodinar
Sutrapada, Gir Somnath | Jul 28, 2026