ગોધરા: પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર, ભાજપે ગોધરા સહિતના મેન્ડેટ કર્યા નક્કી
પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી ધરાવતી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાના નામોના મેન્ડેટ જાહેર કરાયા છે. આ અંતર્ગત મુખ્ય મથક ગોધરા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે લીલાબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે પરસોતમભાઈ કોયાભાઈ બારીયાના નામની જાહેરાત કરાઈ છે. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે ધરતીબેન ગૌરાંગસિંહ પટેલ, પક્ષના નેતા તરીકે મીનાક્ષીબેન ગજેન્દ્રસિંહ પરમાર અને દંડક તરીકે કનુભાઈના