શંખેશ્વર: શંખેશ્વર પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ રૂ. 40 હજારનો મુદામાલ મૂળ માલિકને પરત કરાયો
શંખેશ્વર. પાટણ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અને ચોરીના બનાવો અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પટેલ અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.IPC કલમ ૩૮૦ અને ૪૫૭ મુજબ દાખલ થયેલ ચોરીના કેસમાં આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૪૦,૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા. આ રકમ ફરીયાદીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પરત અપાઈ હતી.