સીંગવડ: તોયણી ખોટા રોડ પરથી પંચરાવ લાકડાનો ટેમ્પો ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયો
Singvad, Dahod | Nov 5, 2025 આજે તારીખ 05/11/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે વન વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકાના તોયણી ખોટા રોડ પરથી પાસ પરમિટ વગરનો પંચરાવ લાકડાનો ટેમ્પો ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો.સિંગવડ તાલુકાના તોયણી ગામેથી મળેલ બાતમીના આધારે RFO એમ.એન.પ્રજાપતિ રણધીકપુરની સુચના મુજબ રાઉન્ડ ફોરેસ્ટર જે.પી.ડામોર તથા રાઉન્ડ ના સ્ટાફ સાથે રહી ખુટા, તૌયણી રોડ પર પેટ્રોલીંગ દરમિયાન ટેમ્પા ઝડપી પાડવામાં આવ્યો.