ખંભાત શહેરમાં આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવનાર આર્મી જવાનની ગૌરવયાત્રા યોજાઈ હતી. જે ગૌરવયાત્રામાં ધારાસભ્ય સહીત રાજકીય નેતાઓ જોડાયા હતા.ખંભાત સ્થિત જલારામ સોસાયટી ના વતની જતીનકુમાર નરેશભાઈ ચુનારા જેઓ ભારતીય સેનામાં પસંદગી થવા બદલ તેઓની ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખંભાતનું નામ રોશન કરનાર આર્મી જવાન જતીનભાઈનું ફુલહાર તથા સાલથી સન્માન કરવામાં આવ્યું.