વડગામ: છાપીના પૂર્વ સરપંચ ભરત પટેલને ખોટા ખર્ચા ઉધારી ઉચાપત કરતા 13,52,558 રૂપિયા ભરવા DDOનો આદેશ.
વડગામ તાલુકાના છાપીના પૂર્વ સરપંચ ભરત પટેલને ખોટા ખર્ચા ઉધારી ઉચાપત કરતા 13,52,558 રૂપિયા ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ આજે શુક્રવારે સાંજે 7:30 કલાક આસપાસ આદેશ કર્યો હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી છે અને જો રૂપિયાની ભરપાઈ નહીં થાય તો આગામી કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે.