રાજકોટ: હરિહરચોક પાસે નવું બોક્સ ક્લવર્ટ અને રીટેઇનિંગ વોલબનાવવાની કામગીરી શરૂ થતા વાહનવ્યવહાર બંધ કરી વૈકલ્પિક રુટ જાહેર કરાયો
Rajkot, Rajkot | Sep 29, 2025 આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ સ્ટેન્ડિંગકમિટી ચેરમેને નિવેદન આપતા જણાવ્યું હતું કે,હરિહર ચોક પાસે નવું બોક્સ કલવર્ટ અને રીટેઇનીંગ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી કાશી વિશ્વનાથ મહાદેવ મેઇન રોડથી હરિહર ચોક તરફ જતો રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.આ કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે આશરે 12 મહિના સુધી વાહન ચાલકો માટે આ રસ્તો બંધ રહેશે અને જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ પરથી વાહન ચાલકો અવરજવર કરી શકશે.