ગોધરા: સાંપા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો કેસરીયો, ધર્મિષ્ઠાબેન બારિયા બિનહરીફ વિજેતા; 'શ્રી કમલમ' ખાતે ભવ્ય સન્માન
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો ગરમાવો તેજ બન્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખ્યો છે. સાંપા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન મનોજભાઈ બારિયા બિનહરીફ વિજેતા જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ આજે જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અને જિલ્લાના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નવનિર્વાચિત વિજેતા ધર