ગોધરા: સરસવા ગામે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
મહીસાગર જિલ્લાના સરસવા ગામે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવક લોહીલુહાણ થયો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે ૨ એપ્રિલની સાંજે સુખાભાઈ વાદી નામનો યુવક પોતાની બાઇક લઈને ડોરી ગામે જઈ રહ્યો હતો. આ દરમિયાન સરસવા ગામ પાસે સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સુખાભાઈને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.