કડી: કડી પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના તૈયાર થયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ,હજુ 2- 3 દિવસ વરસાદ ની આગાહી
Kadi, Mahesana | Oct 27, 2025 દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત ના માથે વરસાદ ની આફત હાલ આવી પડી છે.ત્યારે સમગ્ર ગુજરાત સહિત કડી તાલુકામા વરસાદની શરૂઆત થઈ છે.તા. 27 ઓક્ટોબરની વહેલી સવારથી કડી તાલુકામાં ઝરમર ઝરમર કમોસમી વરસાદ ની શરૂઆત થઈ હતી.જો વરસાદ વધારે થશે તો કડી તાલુકામાં ખેડૂતોના તૈયાર થયેલ ડાંગરના પાકને વ્યાપક નુકશાન થશે.ડાંગરનો પાક તૈયાર થયેલ હોય તેને લેવાની પણ શરૂઆત થઈ ગઈ છે.પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને વધુ એક કુદરતી આફતના કારણે નુકસાન વેઠવું પડશે.