હાંસોટ: હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
Hansot, Bharuch | Oct 25, 2025 હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસે રાહદારીને ટક્કર મારતા તેને ઇજાઓ પહોંચી હતી.હાંસોટ-ઓલપાડને જોડતા માર્ગ ઉપર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ સાંજે 7:40 અજાણ્યા વાહન ચાલકે સાહોલ ગામ પાસે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.