ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની 100 ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.