રાજકોટ: દેવપરાનજીક સનપેટ્રોલપંપ પાછળભીષણ આગ લાગતા બાજુમાં રહેલ સબ સ્ટેશન પણ બળી ગયું, ફાયર કાફલો ઘટના સ્થળે, સદનસીબે જાનહાની ટળી
Rajkot, Rajkot | Oct 22, 2025 ગઈકાલે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ શહેરના દેવપરા નજીક આવેલ પેટ્રોલ પંપ પાછળ અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં રહેલ સબ સ્ટેશન પણ બળી ગયું હતું. બનાવને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી તારે જહેમત બાદ આગ બુજાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આગ કાબુમાં આવી જતા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.