ખંભાત: કોર્ટે એસી ફ્રીજ ખરીદી પેટે આપેલો ચેક રિટર્ન થતા બદલપુરના વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી
બોરસદ તાલુકાના બદલપુર ગામે રહેતા મનુભાઈ માવસિંહ સોલંકીને એસી ફ્રીજ ખરીદી પેટે આપેલો 85 હજાર રૂપિયાના ચેક રિટર્ન કેસમાં ખંભાતની અદાલતે તકસીરવાન ઠેરવ્યો છે.અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.તેમજ 10 હજાર રૂપિયાના દંડ ફટકર્યો છે. ચેક રીટર્નના આરોપીને હોમ એપ્લાયન્સીસની વસ્તુઓ ઉધાર ખરીદીને નાણાં પરત ન આપવાનું ભારે પડ્યું હતું.