મોડાસા: સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારને નગર પાલિકામાં સમાવેશ કરવાની પ્રક્રિયાના વિરોધમાં ગ્રામસભાનું આયોજન,પત્રિકા વાયરલ
મોડાસા શહેરના સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારને મોડાસા નગર પાલિકામાં સમાવેશ કરવાના સરકારના હુકમ બાદ ચાલતી પ્રક્રિયાના વિરોધમાં આવતીકાલે તા.15 સોમવાર સવારે 11 કલાકે સબલપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાયરલ પત્રિકા આજરોજ સાંજે 7 કલાકે સામે આવી હતી.