ચીખલી તાલુકાના ફડવેલ ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાના સતત દેખાવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડા જેવા વન્ય પ્રાણીઓની લટાર વચ્ચે લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યાં છે.ગતરોજ ફડવેલના નવા ફળિયામાં એકસાથે ચાર દીપડાની હાજરીથી ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. જોકે ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરતા જરૂરી સર્વે કરી ફરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.