રાજુલાના છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત થયો હતો. સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા મુંબઈના પરિવારની કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ટ્રેલરમાં ફસાઈ ગયો હતો. ઘટનાસ્થળે 108 ઇમરજન્સી અને પોલીસ દળે પહોંચીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા.