ઠાસરા: ડાકોર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા કૌભાંડમાં ચીફ ઓફિસર દ્વારા કર્મચારીને નોટિસ ફટકારાઈ
Thasra, Kheda | Apr 6, 2024 ડાકોર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા કૌભાંડમાં ચીફ ઓફિસર દ્વારા કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, એક અધિકારીને તપાસ સોંપી છે, તેનો રિપોર્ટ માસમાં આવશે. ઉલ્લેખનીય છેકે, ડાકોર નગરપાલિકામાં ફરજ પરના અધિકારીએ એક જ નામની મૃતક મહિલાનો બે વખત દાખલો કાઢી આપેલ હતો.