ગોધરા: જિલ્લામાં યોજાનારી મહત્વપૂર્ણ NEET પરીક્ષાના આયોજનને લઇને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ માહિતી આપી હતી
પંચમહાલ જિલ્લામાં 3 મે 2026ના રોજ યોજાનારી NEET-2026 પરીક્ષા માટે તંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગોધરા અને આસપાસના ચાર કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. નિષ્પક્ષતા માટે CCTV, કડક ચકાસણી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી અને DYSPને જવાબદારી સોંપાઈ છે. દરેક કેન્દ્ર પર મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ હાજર રહેશે. વિદ્યાર્થીઓને પ્રતિબંધિત વસ્તુ ન લાવવાની સૂચના આપવામાં આવી છે અને જરૂરી સુવિધાઓ આપવામાં આવશે. ગરમીને ધ્યાનમાં