ગોધરા: પંચમહાલમાં રાજકીય ઉથલપાથલ : પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમારના ભાજપમાં જોડાવાને લઈને કોંગ્રેસમાં ભારે વિરોધ થયો છે. ઘોઘંબામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાયા બાદ ગોધરાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોએ તેમનો ફોટો સળગાવ્યો અને સુત્રોચ્ચાર કર્યા. અગ્રણી અજિતસિંહ ભટ્ટી સહિત કાર્યકરોએ પરમારને “ગદ્દાર” ગણાવ્યો. કોંગ્રેસે આ પગલાને ચૂંટણી સમયે વિશ્વાસઘાત ગણાવી કાર્યકરોમાં અસંતોષ વ્યક્ત કર્યો છે.