કાલોલ: તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની બેઠક મળી, જેમાં મંડળના નવા પ્રમુખ તરીકે રતનસિંહ ચૌહાણની નિમણુક કરવામાં આવી
કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની કારોબારી બેઠક મંડળના પ્રમુખ અને 18 પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જેમાં આગામી સમયમાં સમાજના સામુહિક ઉત્થાન માટે અને સમાજના કુરિવાજો દૂર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી તથા આગામી સમયમાં સમાજ દ્વારા આયોજન થનાર ભવ્ય સમુહ લગ્ન ની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી.આજની આ બેઠકમાં ક્ષત્રિય કેળવણી મંડળના નવા પ્રમુખ તરીકે રતનસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી.