ગોધરા: ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જનરલ હોસ્પિટલના દાંતના ડોક્ટર્સે બાલવાટિકા થી ધોરણ 8 સુધીની વિદ્યાર્થિનીઓને મોઢાના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું. તેઓએ દિવસમાં બે વાર બ્રશ કરવું, કોગળા કરવા અને મીઠાઈ-ચોકલેટથી દૂર રહેવા સલાહ આપી. બ્રશ કરવાની યોગ્ય રીતનું પ્રદર્શન પણ કરાયું. ડો. નુપુર, ડો. દીપકા, ડો. પ્રતીક અને ડો. મનન દ્વારા વિદ્યાર્થિનીઓની તપાસ કરી અને જરૂરી હોય તેમને સારવાર માટે