ભુજ: ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં બ્રેક ફેલ થતાં ખાનગી બસ બેકાબૂ
Bhuj, Kutch | Jun 27, 2026 ભુજ: શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આજે ખાનગી ટ્રાવેલ્સની બસના બ્રેક ફેલ થતાં બસ બેકાબૂ બની જવાની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલી બસે એક કાર અને હાથલારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કાર અને હાથલારીને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પ