તારાપુર: વાસદ ટોલ નાકા પાસેથી તારાપુર હાઇવે પરથી કાઠીયાવાડ તરફ ટેન્કરમાં છુપાવી લઈ જવાતો ₹24.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
Tarapur, Anand | May 18, 2026 એલ.સી.બી.પોલીસે વાસદ ટોલ નાકા નજીકથી એક શંકાસ્પદ ટેન્કરને આંતરીને તેમાંથી ગુપ્ત ખાનામાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.24,80,160/ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.અને ટેન્કર, મોબાઈલ સહીત કુલ ₹39,91,360/- નો કુલ મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે.રાજસ્થાનના જયકિશન નેનારામ ચોખારામ ગોદારાની ધરપકડ કરી છે.જયારે ગદીશ બિશ્નોઈને વોન્ટેડ જાહેર છે.