ગોધરા: પંચમહાલમાં પોલીસે જપ્ત કરેલા દારૂની રખેવાળી કરનારાઓએ ₹15.20 લાખનો વિદેશી દારૂ ચોર્યો
પંચમહાલ જિલ્લામાંથી કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ મથકમાંથી જ લાખો રૂપિયાના મુદ્દામાલના દારૂની ચોરી થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. કાકણપુર પોલીસ મથકે પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓ હેઠળ વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને રાખવામાં આવ્યો હતો. પરંતુ, જેમની માથે સુરક્ષાની જવાબદારી હતી, એવા 3 હોમગાર્ડ અને 1 જી.આર.ડી. જવાને જ આ જપ્ત કરાયેલા દારૂ પર હાથફેરો કરી દીધો. આ ચારેય