ગોધરા: સોશિયલ મીડિયા પર આત્મહત્યાનો વીડિયો મૂકનાર દાહોદના યુવકને SOG પોલીસે સહીસલામત બચાવ્યો
દાહોદના રાબડાલ વિસ્તારના મનિષભાઇ સાંસીએ ઇન્સ્ટાગ્રામ પર આત્મહત્યાનો વીડિયો મૂકતા પરિવારજનોએ દાહોદ રૂરલ પોલીસને જાણ કરી હતી. ટેકનિકલ તપાસમાં યુવક ગોધરા તરફ જતો હોવાનું જાણવા મળતાં પંચમહાલ પોલીસને જાણ કરવામાં આવી. પંચમહાલ SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ગોધરાના છબનપુર બ્રિજ પાસેથી યુવકને સહીસલામત શોધી કાઢ્યો. બાદમાં પોલીસે યુવકનું માનસિક કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવ્યું. પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીથી યુવકનો જીવ બચી જતા પરિવારજન