મહુધા: ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું
Mahudha, Kheda | Sep 30, 2025 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની સુચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી-મહુધા ડૉ.ધુમિલ પરિખ સાહેબશ્રી,ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સીધા માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુણેલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.રક્તદાન કેમ્પમાં કુલ 13 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું છે.આ કેમ્પ ને સફળ બનાવવા માટે ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ તેમજ એન ડી દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સ્ટાફનો ખુબ સહયોગ મળેલ.