ઘાટલોડિયા: થલતેજ ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજ નીચે લાઇટ ન હોવાથી અંધારું,વીડિયો વાયરલ
આજે શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ થલતેજ મેટ્રો બ્રિજનો વીડિયો વાયરલ થયો છે. જેમાં થલતેજ ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજ નીચે અંધારું હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી.ત્યારે જાગૃત નાગરીકે પોલીસની હાજરીમાં વીડિયો બનાવી વાયરલ કર્યો છે.સાથે પોલીસ કેબિન હટતાં વાહનચાલકો બેફામ સ્પીડમાં આવી રહ્યા હોય અને પોલીસે પણ કબૂલ્યું હોય કે સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ ઓછો પડે છે તેવો દાવો કરાયો હતો.