ભુજ: પૂર્વ કચ્છ વનવિભાગમાં ભુજ રેન્જ RFO કે. બી. ભરવાડનો વિદાય સમારોહ યોજાયો
Bhuj, Kutch | Apr 16, 2026 પૂર્વ કચ્છ વનવિભાગમાં આર.એફ.ઓ. કે. બી. ભરવાડનો વિદાય સમારોહ યોજાયો પૂર્વ કચ્છ વનવિભાગમાં ભુજ રેન્જમાં કાર્યરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે. બી. ભરવાડની બદલી થતા રેન્જ સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટાફ મિત્રોએ તેમની કર્તવ્યનિષ્ઠા અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓને બિરદાવી હતી. સાથી કર્મચારીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય વેળાએ વાતાવરણ ભાવુક બન્યું હતું.