અમદાવાદ શહેર: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આગની એક ઘટના સામે આવી
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આગની એક ઘટના સામે આવી છે. જુહાપુરા ચાર રસ્તા પાસે આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરવામાં આવેલી એક મોપેડ (બાઈક) માં 2 વાગ્યાની આસપાસ અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગાડી આખેઆખી બળીને ખાખ થઈ ગઈ હતી. ચાર રસ્તા જેવો વ્યસ્ત વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સદન