ગોધરા: રિમાન્ડ માટે ફરિયાદીએ સીધેસીધી કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી; ₹૨૦૦૦નો દંડ ફટકાર્યો
પંચમહાલ સેશન્સ કોર્ટે હુમલાના કેસમાં રિમાન્ડ મુદ્દે ફરિયાદી દ્વારા સીધી કરાયેલી રિવિઝન અરજી ફગાવી અને ₹૨૦૦૦ દંડ ફટકાર્યો. ગોધરામાં ૨૦ એપ્રિલે શકીલ ચાંદલિયા પર લોખંડની પાઇપથી હુમલો થયો હતો. પોલીસે આરોપીઓને પકડી રિમાન્ડ માંગ્યો, પરંતુ તપાસ ડાયરીમાં ખામી હોવાથી નીચલી કોર્ટે અરજી નામંજૂર કરી. ત્યારબાદ ફરિયાદીએ જાતે સેશન્સ કોર્ટમાં રિવિઝન દાખલ કરી, પરંતુ કાયદાકીય હક સાબિત ન કરી શકતા અરજી નામંજૂર થઈ. કોર્ટે આ બિનજરૂરી અરજી ગણાવી દંડ ભરવાનો આદેશ આપ્યો.